પોરબંદર NSUIએ શાળા-કૉલેજની એક સત્રની ફી માફ કરવા ચક્કાજામ કર્યો, પોલીસે કરી અટકાયત - porbandar news
પોરબંદર: રાજ્યમાં શાળા-કૉલેજ ક્યારે શરૂ થશે એ હજૂ નક્કી થયું નથી. શિક્ષણ કાર્ય પણ બંધ છે, ત્યારે ઘણી ખાનગી શાળાઓ અને કૉલેજો દ્વારા ફી ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે. જેથી સમગ્ર રાજ્યમાં વાલીઓ અને NSUI સરકાર સામે વિરોધ કરી ફી માફીની માગ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મંગળવારે પોરબંદર NSUIએ આ બાબતે રસ્તો રોકી વિરોધ કર્યો હતો. આ વિરોધમાં NSUIએ શાળા-કૉલેજની એક સત્રની ફી માફ કરવાની માગ કરી હતી. જેથી પોલીસે 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.