પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત - flood affected areas of porbandar
પોરબંદરમાં વરસાદના કારણે અનેક ગામડાઓમાં ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે અને ખેતરની જમીનનું ધોવાણ થઈ ગયું છે. આ નુકસાનનું વળતર ચૂકવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અડવાણા ગામ ખાતે આવેલા પૂર અસરગ્રસ્ત વિસ્તારો અને ગામડાઓ ભેટકડી, સોઠાણા, રોજીવડા, સીમર, ઈશ્વરિયા, પરાવાડા, મોરણાના ગામડાઓની રજૂઆત સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સાથે પોરબંદર ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મોરી, જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ કેશવાલા, રમેશભાઈ ઓડેદરા, લીલાભાઈ પરમાર, ભીમભાઈ ઓડેદરા, તેમજ વિવિધ ગામના સરપંચો, ભાજપ હોદ્દેદરો અને કાર્યકર્તાઓ તેમજ સરકારી અધિકારીઓ જોડાયા હતા.