જૂનાગઢના કેશોદમાં વૈષ્ણવ સાધુ સમાજે મોરારિ બાપુ થયેલ હૂમલા બાબતે આવેદનપત્ર આપ્યુ - જૂનાગઢ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હૂમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે મોરારીબાપુના ભકતોમાં અને તમામ સાધુ સમાજમા રોષ છે, જે બાબતે કેશોદ ખાતે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આપ્યું હતુ. કેશોદ વૈરાગી બાવા વૈષ્ણવ સાધુ સમાજે કાર્યવાહીની માંગ સાથે કેશોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને પબુભા માણેક વિરૂઘ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવેલ છે કે, કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને બીજી વખત આ રીતનું કૃત્ય ન કરવામાં આવે. આ તકે કેશોદ વૈરાગી બાવા વૈષ્ણવ સાધુ સમાજ તેમજ કેશોદ તાલુકાના તમામ સાધુ સમાજ દ્વારા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મોરારિબાપુ પર થયેલ હૂમલાનાં પ્રયાસ સામે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર પબુભા માણેક સામે આકરા પગલા લેવા અને કડક કાર્યવાહી કરવા માંગણી સાથે સાધુ સમાજ પણ સખત શબ્દોમાં વિરોધ કરે છે. તેઓએ જણાવ્યું કે મોરારિબાપુ ઉપર આવું કૃત્ય કરે તે કેટલા અંશે વ્યાજબી બાપુએ માફી માંગી હોવા છતાં આ પગલું ભરતા સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહી છે.