Porbandar Gram Panchayat Election: પ્રીસાઈડિંગ અધિકારીની ભૂલના કારણે સોમવારે ફરીથી ચૂંટણી - પોરબંદર રિણાવાડામાં મતદાન
પોરબંદર રિણાવાડામાં મતદાન પ્રક્રિયા (Porbandar Gram Panchayat Election)માં ગોટાળો ધ્યાને આવતા અધિકારીઓ દોડી ગયા હતા. જિલ્લામાં 185 મતદાન મથકો શાંતિ પૂર્ણ મતદાન થયુ હતું, સાંજ સુધીમાં 66.77 ટકા મતદાન કરાયું હતું, પરંતુ રિણાવાડા ગામે પ્રિસાઈડિંગ ઓફિસરે એક વોર્ડના બેલેટ પેપર બીજા વોર્ડમાં ઇસ્યુ કરી દેતા હોબાળો મચી ગયો હતો. લોકોએ ફરીથી ચૂંટણી (Gujarat Gram panchayat election 2021) યોજવાની માંગ કરી હતી અને અધિકારીઓ દ્રારા પુનઃ ચૂંટણી (Re-election on Monday) યોજવા કવાયત હાથ ધરી છે.