પોરબંદરના માછીમારો લાઈફ સેવિંગ જેકેટની સહાયથી વંચિત - પોરબંદર
પોરબંદર: 15 ઓગસ્ટથી માછીમારોની સીઝન શરૂ થઈ છે. ત્યારે, દરિયામાં જીવના જોખમે જતા માછીમારોના જીવન ને બચાવવા માટે લાઇફ સેવિંગ જેકેટ સહિત અન્ય સાધનોની સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. લાઇફ સેવિંગ જેકેટ માત્ર આ જીવન એક વખત જ આપવામાં આવે છે. જેમાં અનેક માછીમારોને એક વખત પણ આપવામાં ન આવતા માછીમારોએ લાઇફ સેવિંગ જેકેટ આપવાની માગ મત્સ્યોદ્યોગ પ્રધાનને કરી છે. ફિશરીઝ સેલ જેમાં લાઈફ જેકેટ સાથે રાખવા અને રીંગ બોયા દરિયામાં જતી વખતે સાથે રાખવા પરંતુ, માછીમારો જીવના જોખમે દરિયામાં જતા હોય છે. તેના જીવની સંભાળ તેને રાખવી જ પડે છે. સરકાર દ્વારા માછીમારોને 15 જેટલી વસ્તુઓ આપવામાં આવે છે. જેમાં લાઈફ જેકેટ પણ સામેલ છે. પરંતુ, લાઈફ જેકેટ માછીમારને આજીવન એક જ વાર આપવામાં આવે છે.