પોરબંદરઃ ભારે વરસાદને કારણે ભાવપરા અને મિયાણીમાં પાકને નુકસાન, ખેડૂતોએ કરી વળતર ચૂકવવા માગ - ભાવપરા ગામ
પોરબંદરઃ બરડા પંથકમાં આવેલા મિયાણી અને ભાવપરા ગામમાં ભારે વરસાદને કારણે 2500થી 3000 હજાર વીઘા જમીનનો પાક નિષ્ફળ જતાં ધરતી પુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંતર્ગત તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવા માટે ખેડૂતો માગ કરી રહ્યા છે. મિયાણી અને ભાવપરાની સિમ વિસ્તારના ખેતરોમાં 8થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. મગફળીની વાવણી કર્યા બાદ તરત જ વરસાદ પડતા મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.