કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ સેનિટાઈઝર મશીન ચલાવી સુભાષનગરને સેનિટાઈઝ કર્યું - સેનિટાઈઝર મશીન
પોરબંદર: કોરોના વાઈરસ સમગ્ર ભારતમાં ફેલાઈ ગયો છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓને ઝપેટમાં લીધા છે. જેમાં પોરબંદર પણ બાકાત રહ્યું નથી. ત્યારે કોરોનાના કહેરથી બચવા સમગ્ર રાજ્ય સહિત અનેક જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોને સેનિટાઈઝર કરવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડીયા સેનિટાઈઝર મશીનના ડ્રાઈવર બન્યા હતા. તેમજ માછીમાર તથા સુભાષનગર જેવા વિસ્તારને મોઢવાડીયાએ સેનિટાઈઝ કર્યો હતો. જે વિસ્તારમાં પાલિકા પહોંચી ન શકી ત્યાં મોઢવાડીયા પહોંચ્યા હતા અને વિસ્તારને સેનિટાઈઝ કર્યો હતો. અર્જૂન મોઢવાડિયાએ ડ્રાઈવર બની ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. અને પાલિકાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.