ઉન્નાવ ગામની પીડિતાને ન્યાય માટે પોરબંદર કોંગ્રેસ દ્વારા મૌન રેલી યોજાઇ - પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ
પોરબંદર : દેશભરમાં હૈદરાબાદની ઘટનાને લઇને ચારેય આરોપીનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પરતું ઉન્નાવ ગામની પીડિતાના આરોપીઓ જેલમાંથી જામીન પર છૂટી જઈને પીડિતાને જીવતી સળગાવી હતી. જે બાબતે પીડિતાને ન્યાય મળે તેવી માગ સાથે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોઢા પર કાળી પટ્ટી બાંધી આ યુવતીને પણ ન્યાય મળે તેવી માગ સરકાર સમક્ષ કરી હતી.