‘વાયુ’ પ્રકોપઃ પોરબંદરનું ભુતેશ્વર મંદિર ધરાશાઈ, પુજારીનો આબાદ બચાવ - PBR
પોરબંદરઃ વાયુ વાવાઝોડાંનું સંકટ મંડરાઈ રહ્યું છે, ત્યારે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. દરિયાકિનારે આવેલ ભુતેશ્વર મહાદેવનું મંદિર દરિયાના મોજાની જપેટમાં આવતા ધરાશાઈ થયું હતું. જ્યારે લોકોએ પૂજારીને બચાવી લીધા છે. આ ઉપરાંત પોરબંદરના માધવપુર બીચ પર ભારે પવન ફૂંકતા ત્રણ વ્યક્તિને ભારે પવનથી થપ્પડ લાગતા ઇજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા છે.