પોરબંદરઃ કુતિયાણા તાલુકામાં 12 MM વરસાદ - હવામાન વિભાગ
પોરબંદરઃ ગુજરાતના અનેક સ્થળોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં પણ શનિવાર બપોરે વરસાદ વરસ્યો હતો. જે કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં 12 MM વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે ખેડૂતો ફરી પાકને નુકસાન થશે તેવી ચિંતામાં મુકાયા છે.