મોરબીમાં ગરીબ બાળકોએ લક્ઝરી કારોમા બેસી “જોય રાઈડ”નો આનંદ લૂંટ્યો - A unique celebration of Valentine's Day in Morbi
મોરબીઃ જિલ્લામાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને યુવા પત્રકાર રોહન રાંકજા દ્વારા ગરીબ બાળકોને મોંઘી કારોમાં ફેરવી ભોજન કરાવીને વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરાઈ હતી. ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી અને પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જે જોય રાઈડમાં 200 જેટલા ઝૂપડપટ્ટીનાં ગરીબ બાળકો અને સરકારી શાળાના બાળકોને ઓડી, મર્સિડીઝ, ફોર્ચ્યુંનર જેવી મોંઘી કારોમાં ફેરવ્યા હતા. આવી મોંઘી કારમાં બેસવાનું ગરીબ બાળકો સ્વપ્ન પણ જોઈ સકતા ના હોય ત્યારે મોરબીના દેવેનભાઈ રબારી અને રોહનભાઈ રાંકજા સહિતના યુવાનોએ બાળકોને આવી મોંઘી કારમાં ફરવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. લક્ઝરી કારમાં બેસીને બાળકોએ મોરબીની સવારીનો આનંદ માણ્યો હતો. સાથે જ બાળકોને હોટેલમાં ભાવતા ભોજનીયા કરાવીને મોજ કરાવી હતી.