3 વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાની સ્થિતિ - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021
રાજકોટઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં 3 વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27.50 ટકા મતદાન થયું છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવાર અને કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કુલ 18 વોર્ડ અને 72 બેઠકો છે. જેમાંથી 36 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ રાજકોટમાં કુલ 10, 94, 005 મતદારો છે. જે પૈકી 5, 67, 002 પુરુષો, 5, 26, 984 મહિલા અને 19 ટ્રાન્સજેન્ડર છે.