અરવલ્લીમાં 1.13 લાખથી વધુ બાળકોને પોલિયો ડ્રોપ્સ પીવડાવાશે - મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર
અરવલ્લી : જિલ્લામાં પલ્સ પોલિયો રવિવાર અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે. મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ કૌશલ પટેલ, ડૉ. જિજ્ઞા જયસ્વાલ તેમજ તાલુકા અધિકારીઓએ બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. અરવલ્લીમાં 0 થી 5 વર્ષના બાળકોની કુલ સંખ્યા 1,13,601 છે. જેના માટે કુલ 14 બુથ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં કુલ 2456 કર્મચારીઓની ટીમ ખડે પગે રહેશે.