ચાલુ બાઈકે મોબાઈલમાં વાત કરતી મહિલા પોલીસનો વીડિયો થયો વાયરલ - મોબાઈલ ફોનનો
રાજકોટ: ગોંડલ રોડ પર એક મહિલા પોલીસ ડ્રેસમાં ટુ વ્હિલર પર નીકળી હતી અને ચાલુ વાહને મોબાઇલ પર વાતો કરતી હતી. મહિલા પોલીસનો આ વીડિયો એક જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધો હતો. સોશિયલ મીડિયામાં મહિલા પોલીસનો વીડિયો વાઇરલ થયો હતો. એક્ટિવા નંબર જીજે 03 જેએન 9666 હોવાનું માલુમ પડ્યું હતું. આ વીડિયોની તપાસ કરવામાં આવતા આ મહિલા એલ.આર. થોરાળા પો.સ્ટે. અને તેમનું નામ અસ્મિતાબેન ધીરુભાઈ ચાવડા હોવાનું ધ્યાને આવતા તેઓને એ.સી.પી. ટ્રાફિકે ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ રૂ.1000 /- અને હેલ્મેટના રૂ.100 /- મળી રૂ.1100/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો.