દાહોદ પોલીસ ડ્રોનના માધ્યમથી લોકો પર રાખશે નજર
દાહોદઃ શહેરમાં લોકડાઉનના દરમિયાન લોકો વિવિધ બહાના બનાવીને ઘરની બહાર નીકળે છે. જેથી કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવવાનો ભય વધી જાય છે. ત્યારે પોલીસ વિભાગે લોકડાઉનનો અમલ કરાવવા માટે ડ્રેનનો સહારો લીધો છે. જિલ્લા પોલીસ હવે દાહોદમાં ડ્રોન મારફતે લોકો પર નજર રાખશે અને જે લોકો બહાર લટાર મારતા જોવા મળશે, તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરશે.