દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે મચ્છી બજારમાં પોલીસ તપાસ દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો થયો - devbhumi dwarka news
દ્વારકા: સોમવાર રાત્રિથી શહેરમાં જિલ્લા કલેકટર દ્વારા કલમ 144 અને લોકડાઉન કર્યા બાદ સ્થાનિક લોકોને એકઠા ન થવાની માહિતી આપવામાં આવી હોવા છતાં આજે જિલ્લાના વાડીનાર ખાતે મચ્છી બજારમાં ખુલ્લામાં મચ્છી વેચતા હોવાની માહિતી વાડીનાર પોલીસને મળતાં વાડીનાર પોલીસ આ અંગે તપાસ કરતા સ્થાનિક મચ્છીના વેપારીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી દરમિયાન ઘર્ષણ થતા સ્થાનિક લોકોએ પોલીસ કર્મચારી ઉપર હુમલો કરીને પથ્થરમારો કર્યો હતો. હુમલા દરમિયાન બે પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતાં જિલ્લા પોલીસ અધિકારી તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ દોડી આવી હતી અને મામલો કંટ્રોલ કરવાની કોશિશ કરી હતી.