ભરૂચમાં કોરોના સંક્રમણ વચ્ચે કાયદાનું પાલન કરાવવા પોલીસ એક્શનમાં - કાયદાનું પાલન
ભરૂચઃ કોરોનાના સંક્રમણ વચ્ચે કાયદાનું પાલન કરાવવા પોલીસ એક્સનમાં આવી છે. એક જ દિવસમાં જાહેરનામાં ભંગના 22 ગુન્હા દાખલ કરી 24 લોકોની અટકાયત કરી છે. તો માસ્ક ન પહેરનાર 742 લોકો પાસે રૂપિયા 1.18 લાખનો દંડ વસુલ કરાયો છે. ભરૂચમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે હવે પોલીસ લોકો કાયદાનો કડક રીતે અમલ કરે એ માટે એક્સનમાં આવી છે. ભરૂચ પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જાહેરનામાના ભંગ બદલ ગુન્હા દાખલ કરવામાં આવી રહ્યા છે. ભરૂચ પોલીસ દ્વારા છેલ્લા 24 કલાકમાં જાહેરનામાં ભંગનાં 22 ગુન્હામાં 24 લોકોની અટકાયત કરી છે તો 26 વાહનો પણ ડીટેઈન કર્યા છે. જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. ત્યારે માસ્ક વગરના 742 લોકો પાસેથી રૂપિયા 1.18 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.