અરવલ્લીઃ મોડાસાના કસ્બામાંથી પોલીસે 6 પશુઓ બચાવ્યા - અરવલ્લી લોકલ ન્યુઝ
અરવલ્લીઃ મોડાસાના કસ્બા વિસ્તારમાં કતલખાને લઈ જવાના આશયથી બાંધી રાખવામાં આવેલા પશુઓને ટાઉન પોલીસે છોડાવ્યાં હતા. પોલીસને મળેલી બાતમીમાં જણાવવામાં આવેલા સ્થળ પર દરોડો પાડતા એક વાડામાંથી 6 પશુઓ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ દરમિયાન માલધારી સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પશુઓને છોડાવાની કાર્યવાહી કરી હતી. જો કે, આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે સ્થળ પરથી મળી આવેલા પશુઓનો કબ્જો લીધો છે. આ સાથે જ પોલીસે આરોપીની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.