ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, વડોદરા નજીક દારૂનું ગોડાઉન મળી આવ્યું - દારૂનું ગોડાઉન
વડોદરાઃ વાઘોડિયા ડુડેલા ગામના એક ફાર્મ હાઉસમાં દારૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે LCBને સાથે રાખી ફાર્મ હાઉસમાં રેડ કરી હતી. રેડ દરમિયાન દારૂનું આખું ગોડાઉન મળી આવ્યું હતું. કુલ કિંમત 22 લાખની કિંમતની 461 દારૂની પેટી પોલીસે જપ્ત કરી હતી. આ મામલે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે મુખ્ય સૂત્રધાર ફરાર છે.