અંકલેશ્વરના અમરતપરા ગામની દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની રેડ - દેશી દારૂની ભઠ્ઠી
ભરુચ: તહેવારોના સમયમાં દારૂની રેલમછેલ થતી હોય છે. ત્યારે તહેવારના સમયમાં દારૂ જુગારનાં અડ્ડાઓ પર ભરૂચ પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. અમરાવતી ખાડી કિનારે આવેલ અમરતપરા ગામે વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટાપાયે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી હતી. સાથે જ દારૂ બનાવવાની સામગ્રીનો પણ નાશ કરવામાં આવ્યો હતો, પરંતુ બુટલેગરો ફરાર થઈ ગયા હતા. પોલીસે 4 જેટલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી દેવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.