જુગારધામ પર દરોડા પાડતા પોલીસ પર થયો હુમલો - gambling
પાવીજેતપુર: ગત રાત્રે છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે પોલીસે બાતમીના આધારે જુગારીયાઓ પર રેડ કરતા પોલીસ પર હુમલો થયો હતો. જેમાં PSI ભરવાડની ગાડીના કાચ તોડી પડાયા હતા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈને ગડદા પાટુનો માર માર્યો હતો અને ટીશર્ટ ફાડી જાતી વિષયકના અપશબ્દો બોલી ભાગી છૂટ્યા હતા. પાવીજેતપુર પોલીસે હુમલા બાદ 12 લોકોની ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.