ગુજરાત

gujarat

ETV Bharat / videos

તહેવારને ધ્યાને રાખી અંબાજી પોલીસ સતર્ક

By

Published : Nov 9, 2020, 1:48 PM IST

અંબાજીઃ હાલમાં દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં વિવિધ જાહેર સ્થળોને મોટા યાત્રાધામોમાં કોઈ ભાંગ ફોડીયા પ્રવૃતિઓ કરનારા લોકોનો મનસૂબો પાર ન પડે તે માટે પોલીસ સતર્ક બની છે. એટલું જ નહીં અંબાજી નજીક સરહદ છાપરી જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે, તેવી ચેકપોસ્ટ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલમાં અંબાજી નજીક સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા તમામ શંકાસ્પદ વાહનોની તપાસ કામગીરી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. અંબાજી પોલીસ દ્વારા નાના વાહનો જ નહીં પણ મોટા ટ્રક અને લક્ઝરી બસની પણ તાપસ કરવામાં આવી રહી છે. જેથી કોઈ અસામાજિક પ્રવૃર્તીઓ કરનારા કે પછી કોઈ લિકર કે હથિયારો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ન પ્રવેશી જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી અંબાજી તરફ આવતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જોકે પોલીસના જણાવ્યા મુજબ હજી કોઈ આવી શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અનેે તપાસ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details