પાટણમાં પોલીસ અધિકારીઓએ શસ્ત્ર પૂજન કર્યું - પાટણ પોલીસ
પાટણ: દશેરા એટલે વીરતા અને શૌયનું પર્વ. ભગવાન શ્રી રામે લંકા ઉપર વિજય મેળવી આસુરી શક્તિનો નાશ કરી અસત્ય ઉપર સત્યનો વિજય મેળવ્યો હતો. ત્યારથી આ દિવસને વિજ્યાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે પાટણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં DySp જે.ટી.સોનારા, DySp સી.એલ. સોલંકી સહિતના પોલીસ કર્મચારીઓએ વિધિવત રીતે શસ્ત્રોનું પૂજન કર્યું હતું.