હળવદમાં ઘરમાં ઘુસી સગીરાની છેડતી કરનારને પોલીસે ઝડપ્યો - Police nabbed the person who molested Sagira in Halwad
મોરબી : હળવદ શહેરમાં ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં આરોપી સાહિલ સલીમ ધ્રાંગધ્રા વાળો સગીરાના ઘરમાં ઘુસી બાવડું પકડીને છેડતી કરી બિભત્સ વાતો કરી હતી. જે બનાવને પગલે ભોગ બનનાર સગીરાની માતાએ મુસ્લિમ યુવાન સામે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તો હળવદ પોલીસે છેડતી તેમજ પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપીને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે.