અયોધ્યા ચુકાદો: સંવેદનશીલ ગણાતા ભરૂચમાં સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત - પોલીસ બંદોબસ્ત
ભરુચ: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે એતિહાસિક ચુકાદો આપ્યો છે. ભરુચના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે દ્વારા વિવિધ વિસ્તારોમાં ક્વીક રિસ્પોન્સ ટીમ સહિત એસ.આર.પીની ટુકડી તૈનાત કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. ભરુચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરુચના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.