વાપીમાં 20 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ - 20 કિલો ગાંજા
વાપી: જિલ્લામાં ડુંગરા પોલીસે લવાછા ખાતે એક ઝૂંપડામાં દરોડા પાડી ગાંજાનું વેચાણ કરતા બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ઝડપેલા આરોપીઓ પાસેથી 2,04,450 રૂપિયાની કિંમતનો 20 કિલો ગાંજો કબ્જે કર્યો હતો. પોલીસે અન્ય બે આરોપીઓના વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ગાંજાની હેરાફેરીમાં પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોપીક એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી માણિક વણકર મોહિતે અને દિનેશ ગજેન્દ્ર મોહિતે નામના બે ઇસમોની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં આરોપીઓને ગાંજો આપનાર અને ખરીદીમાં મદદગારી કરનાર અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. 20 કિલો ગાંજાની કિંમત અંદાજીત રૂપિયા 2,04,450 હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોપીક એક્ટ હેઠળ 1985ની કલમ મુજબ 8(C), 20(B) અને 29 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.