કાપડ વેપારીના બંગલામાં ડ્રગ્સનું પડીકુ ફેંકનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા - surat news today
સુરતઃ ઘોડદોડ રોડ રામચોક પાસેના સુભાષનગર ખાતે કાપડ વેપારીના બંગલામાં ડ્રગ્સનું પડીકુ ફેંકનાર બેને પોલીસે ઝડપી પાડ્યા છે. જો કે આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને તેઓએ બંગલામાં કેમ ફેક્યુ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઘોડદોડ રોડના રામચોક ખાતે સુભાષનગર રહેતા કાપડના વેપારીના બંગલામાં રવિવારે મોડી રાત્રે એક્ટિવા મોપેડ પર આવેલા બે ડ્રગ્સ માફીયાઓએ પ્લાસ્ટિકનું પડીકું બંગલામાં ફેક્યું હતું. જેને લઈને ત્યાં તૈનાત વેપારીના ડ્રાઈવર શકીલને શંકા ગઈ હતી. જેણે મોપેડ પર આવેલા બે ડ્રગ્સ માફીયાઓ પૈકી એકને સિક્યુરિટી ગાર્ડની મદદથી દબોચી લીધો હતો. ડ્રાઈવરે ઘટના અંગે વેપારીને વાત કરી હતી. વેપારીએ કંટોલરૂમને જાણ કરતા ઉમરા પોલીસ દોડી આવી હતી. પકડાયેલા 19 વર્ષીય અફઝલ ઉર્ફે અડ્ડલ યુનુસ શેખે જે પડીકું બંગલામાં ફેક્યું હતું. તે પડીકાની તપાસ કરાતા એમ.ડી. ડ્રગ્સનો પાઉડર મળ્યો હતો. જ્યારે તેનો સાગરિત સફી ઉર્ફે સલમાન ઉર્ફે મામા યુનુસ શેખ એક્ટિવા મોપેડ પર ભાગી જતા તેને પણ પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે એમ.ડી.ડ્રગ્સ 2.610 મિલી ગ્રામ રૂ.13050 તેમજ બે મોબાઇલ મળીને 14050 નો મુદામાલ કબજે કર્યા છે. ડ્રગ્સ નાખવા પાછળનું કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.