પ્રોવિઝન સ્ટોરની આડમાં ડબલ ભાવે તમાકુ વેચતા દુકાનદારની પોલીસે કરી ધરપકડ - પોલીસે 1 લાખ ઉપરાંતનો તમાકુ,ગુટખાનો જથ્થો જપ્ત કરી
વડોદરાઃ પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકડાઉનને લઈ વડોદરાના ચોખંડી બકરાવાડી વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરની આડમાં ડબલ ભાવે વેચાણ કરવામાં આવી રહેલા ગુટખા,તમાકુ,બીડી અને સિગારેટનો જથ્થો વાડી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે વાડી પોલીસે 1 લાખ ઉપરાંતનો તમાકુ, ગુટખાનો જથ્થો જપ્ત કરી દુકાનદાર જગદીશ હરિયાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.