અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરી કેરમ રમનારાઓની પોલીસે કરી અટકાયત - Detention of carom player
અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે લોકડાઉન છે, ત્યારે પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં વસ્ત્રાપુર પોલીસ દ્વારા ડ્રોન મારફતે પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ગોયલ ઇન્ટરસિટી રો હાઉસમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં 5 વ્યક્તિઓ ભેગા થઈ કેરમ રમતા અને બાજુમાં મહિલા ભેગી થઈ હોવાનું દેખાતા પોલીસે કલમ 144ના ભંગ બદલ 4 મહિલા સહિત 9 વ્યક્તિઓ વિરુદ્ધ 188 મુજબ ગુનો નોંધી તમામની અટકાયત કરી હતી.