મહીસાગરઃ પી.એન.પંડ્યા કૉલેજને ખાણ ખનીજ વિભાગે 11,86,360નો દંડ ફટકાર્યો - લુણાવાડા ન્યૂઝ
મહીસાગરઃ લુણાવાડાની પી.એન.પંડ્યા કૉલેજના ટ્રસ્ટીઓને કૉલેજના પાછળના ભાગમાંથી ગેરકાયદે માટી ખનન કરવા માટે ખાણ ખનીજ વિભાગે રૂપિયા 11,86,360નો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ, ખાણ ખનીજ વિભાગે કૉલેજના ટ્રસ્ટીઓ દ્વારા 4,700 મેટ્રિક ટન માટી ચોરવા બાબતે આ દંડ ફટકાર્યો છે. પી.એન.પંડ્યા કૉલેજ ટ્રસ્ટના પ્રમુખ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ તેમજ MLA રહી ચૂકેલા હીરા પટેલ છે. આ ઉપરાંત હીરા પટેલ પર સાગના વૃક્ષો કાપી બારોબાર વેચી માર્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.