નમસ્તે ટ્રમ્પઃ એરપોર્ટ પર PM મોદીએ કર્યું પ્રેસિડેન્ટ ટમ્પનું ભવ્ય સ્વાગત - pm narendra modi welcomed donald trump
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદ પહોંચી ગયા છે. સરદાર વલ્લભભાઈ અરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર મોંઘેરા મહેમાનના સ્વાગત માટે વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજયપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રહ્યાં હતાં. એરપોર્ટથી ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેવા રવાના થયાં હતાં.