વડાપ્રધાન મોદીના વતન વડનગર વિશે જાણી અજાણી વાતો... - narendra modi birthday news
મહેસાણા: જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર આજે લોકો સૌ કોઈ જાણે છે કારણ કે, મહેસાણા જિલ્લાના વડનગરમાંથી ઉછેરેલા અને દેશના પી.એમની ગાદી સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીનું વતન છે. કહેવાય છે કે, પાંડવકાળમાં ત્યાં પાંડવો વસવાટ કરતા હતાં. વડનગર આખું પુરાતત્વ અવશેષોથી ભરેલું છે. ત્યાં ગમે તે જગ્યાએ ખોદકામ કરતાં જમીનમાંથી કંઈકને કંઈક અવશેષો મળી આવે છે. અત્યાર સુધી વડનગરની જમીનમાંથી ખોદકામ દરમિયાન કેટલાયે પ્રકારના પુરાતત્વો મળી આવ્યાં છે, જે આ વાતની સાબિતી આપે છે કે, વડનગર પહેલાના સમયમાં એક મહાન અને મહત્વનું નગર હશે.ભારતીય પુરાતત્વ વિભાગ અનુસાર પીએમ મોદીના જન્મસ્થળ વડનગરનું નામ પહેલા આનંદપુર હતું અને આ શહેરમાં બુદ્ધ ધર્મનો ઘણો પ્રભાવ હતો. એક અત્યંત સુંદર અને કલાત્મક તોરણ મહેસાણા જિલ્લાના વડનગર ગામે આવેલું છે. વડનગરના આ તોરણને “શૌર્ય તોરણ” પણ કહેવામા આવે છે. ઉતર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના આવેલા ઐતિહાસિક કીર્તિ તોરણનો પ્રવાસન સ્થળોની વિરાસતને સમજવા, જાણવા તેમજ ટકાવવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.