રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે PM મોદી આવશે ગુજરાત, આ સ્થળે ઉતારવામાં આવશે સી પ્લેન - કેવડિયાના તાજા સમાચાર
નર્મદાઃ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે PM મોદી કેવડિયા આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સી પ્લેનમાં અમદાવાદની સાબરમતી નદીમાંથી ઉડાન ભરીને કેવડિયાના તળાવમાં આવશે. જેથી તળાવમાં વસવાટ કરનારા મગરો પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ પિંજરા ગોઠવી અત્યાર સુધી 108 મગરને પકડી સરદાર સરોવરમાં છોડવામાં આવ્યા છે. આ અંગે કેવડિયા RFOએ ETV BHARAT સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, સી પ્લેનની તૈયારીઓ માટે શુક્રવારે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તમામ કામગીરી 31 ઓક્ટોમ્બર સુધીમાં પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.