ભગવાન શિવને પ્રસન્ન કરી શ્રેષ્ઠ ફળ મેળવવા કરો શિવ ચાલીસાનું સુર અને લય બદ્ધ પઠન...
ભાવનગર: શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભકતોને મળેલી એક તક છે. શ્રાવણ માસમાં શિવને માત્ર જળ, બીલીપત્રથી પ્રસન્ન કરી શકાય તેવું નથી. શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક, શિવસ્ત્રોત, શિવ ચાલીસા, શિવ મહીંમ્ન વગેરેનું નિત્ય પાઠ કરવામાં આવે તો પણ થાય છે. ત્યારે કળિયુગમાં માનવ જાતી માટે સરળ સુર અને લયબદ્ધ રીતે શિવ ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ભગવાન શિવ શ્રેષ્ઠ ફળ જરૂર આપે છે. શહેરની તપસી બાપુની વાડીમાં આવેલી સંસ્કૃત પાઠશાળામાં આવતા ઋષિકુમારોને નિત્ય શિવ ચાલીસાનું સુર અને તાલ બદ્ધ રીતે પઠન કરાવવામાં આવે છે. શિવ નામ માત્રથી ક્લાયન છે ત્યારે હિન્દૂ ધર્મની સંસ્કૃતિ અને કોરોનાકાળ બાદ ધર્મ વિશે જાગેલી પ્રેરણા બાદ લોકોને ઈશ્વર તરફ શ્રદ્ધાનો પણ વધારો થયો છે. જુઓ ETV BHARAT દ્વારા પ્રસ્તુત સુર અને તાલ બદ્ધ શિવ ચાલીસા ઋષિકુમારોનું.