પોરબંદરઃ કડિયા પ્લોટ વિસ્તારના લોકોની પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇટ અંગે ચીફ ઓફિસરને રજૂઆત - કડિયા પ્લોટ વિસ્તારમાં પાણીની સમસ્યા
પોરબંદરઃ કડિયા પ્લોટ વિસ્તાર શેરી નંબર-1મા પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટને લઇને સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો અને અરજીઓ કરી છે, પરંતુ નગરપાલિકા આંખ આડા કાન કરીને કોઇ પણ જાતના પ્રત્યુત્તરો આપતું નહોતું. જેથી આજે એટલે કે ગુરુવાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથા ઓડેદરા તેમજ NSUI પ્રમુખ કિશન રાઠોડે સ્થાનિક મહિલાઓને સાથે રાખીને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આ રજૂઆતના આધારે ચીફ ઓફિસરે 1 મહિનામાં સમસ્યાનું નિરાકરણ લાવવા અંગે જણાવ્યું હતું.