ડીસામાં પ્લાસ્ટિક મુક્ત ગરબા યોજાયા - ડીસામાં પ્લાસ્ટીક મુક્ત નવરાત્રી યોજાઈ
ડીસાઃ નવજીવન બી.એડ કોલેજ ખાતે ખાસ પ્લાસ્ટિક મુક્ત ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં ખેલૈયાઓએ હાથ પર સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્તિના ટેટુ બનાવ્યા હતા. ખેલૈયાઓએ લોકોમાં જાગૃતિ આવે તે માટે સ્વચ્છતા અભિયાનના બેનર સાથે ગરબા રમી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.