કોબા ગામમાં વૃક્ષારોપણનો શાનદાર કાર્યક્રમ યોજાયો - વૃક્ષારોપણ
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધુ વૃક્ષો વાવો તેમજ જળ સંચય અભિયાન સાથે વરસાદી પાણીના સંગ્રહની અપીલને શિરોમાન્ય રાખી ગાંધીનગરમાં આવેલા કોબા ગામ ખાતે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં DDO સાથે ખેતીવાડી અધિકારી મહિલા સંગઠન તેમજ અન્ય NGO પણ જોડાયા હતા. પ્રોગ્રામ દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કોબા ગામના ભરતભાઈ સોમપુરાને વૃક્ષ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોબા ગામના સરપંચ શ્રી યોગેશભાઈ નાયીએ જણાવ્યું હતું કે, 5000 વૃક્ષો ફક્ત રોપવાથી નહીં પરંતુ તેનો ઉછેર કરી અને વધુમાં વધુ વૃક્ષો વાવી અને જીવન સમૃદ્ધ બનાવવાનો અમારો ધ્યેય છે.