જામજોધપુરમાં ચાલતી કલ્પસર યોજનાના કામમાં લાલિયાવાડીનો NCPનો આરોપ - Pipeline work in Jamjodhpur
જામજોધપુર: દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં કલ્પસર યોજનાનું કામ ચાલુ છે. જેમાં શેઠવડાળાથી નંદાણાં દ્વારકા જતી પાઈપલાઈનનું કામ નિયમ મુજબ થતું નથી તેવો NCPએ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો છે. આ બાબતે ક્વોલિટી કન્ટ્રોલને રજૂઆત કરવા છતાં અધિકારીઓ ગાંઠતા નથી. હાલ આ કામ સોમનાથ કન્ટ્રક્શનને મળેલું છે. જેમણે પેટા કન્ટ્રક્શન તરીકે રાધે કન્ટ્રક્શનને કામ આપ્યું છે, અને રાધે કન્ટ્રક્શનને પણ બીજાને કામ સોંપ્યું છે. તેમ જિલ્લા NCP પ્રમુખ પી.વી નારીયાએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યા અનુસાર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.