શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં 1009 પરીક્ષાર્થીઓએ આપી PHDની પ્રવેશ પરીક્ષા
પંચમહાલઃ ગોધરામાં આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ખાતે PHD ની પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. જેમાં 1009 જેટલા પરીક્ષાર્થીઓ બેઠા હતાં. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની સ્થાપના 2015 કરવામાં આવી હતી. ત્યારપછી પ્રથમ વખત આ PHDની પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. બેઠક વ્યવસ્થા ગોધરા પોલીટેક્નિક કોલેજની બિલ્ડીંગ અને સાર્વજનિક કોમર્સ કોલેજ બિલ્ડીંગ ખાતે ગોઠવાઈ હતી. આ પરીક્ષામાં ગોધરા સહિત અન્ય જિલ્લામાંથી મોટી સખ્યામાં પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામા કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ યુનિર્વસિટીના સત્તાધિશોએ નજર રાખી હતી.