ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાતમ-આઠમમાં લોકો ચાલ્યા માદરે વતન, એસ.ટી ડેપોમાં મુસાફરો ભરચક - gujarati news

By

Published : Aug 16, 2019, 2:50 PM IST

જૂનાગઢઃ સાતમ-આઠમના તહેવાર આવતા હોવાથી લોકો તેમના માદરે વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ એસ.ટી. ડેપો પણ મુસાફરોથી ભરચક જોવા મળી રહ્યું છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં તેમનું વતન ધરાવતા લોકોએ માદરે વતન જવા માટે પ્રયાણ કર્યું હતું. હિન્દુ સંસ્કૃતિમાં દિવાળી બાદ રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારને સૌથી વધુ મહત્વનો માનવામાં આવે છે. આ તહેવારો લોકો પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે તેથી એસ.ટી ડેપોમાં મુસાફરો ભરચક જોવા મળ્યા હતા. આ તહેવારો દરમિયાન એસ.ટી. વિભાગને પણ ખૂબ સારી આવક થાય છે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details