ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવરાત્રી સહિતના કાર્યક્રમોની સરકારની ગાઈડલાઈનને પ્રજાજનોએ આવકારી - ગાઈડલાઈન્સ

By

Published : Oct 9, 2020, 3:42 PM IST

સુરતઃ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ગરબા નહીં થાય. નવરાત્રી, દશેરા, દુર્ગાપૂજા અને દીવાળીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ રાજ્ય સરકારે લગાવ્યો છે. કોરોના કાળમાં નવરાત્રિમાં માત્ર આરતી અને માતાજીની પ્રતિમાની સ્થાપના થઈ શકશે. સરકારની ગાઇડ લાઇનને સુરતના લોકોએ આવકારી છે. રાજ્યમાં કોરોના કેસોમા દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે આવનાર દિવસોમાં નવરાત્રી અને દીવાળી જેવા મહત્વ અને મોટા તહેવારો આવી રહ્યાં છે. તહેવારને લઇ રાજ્ય સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી છે. જેમાં જાહેર નવરાત્રિનું આયોજન રદ કરવામાં આવ્યું છે. ગાઈડ લાઈન મુજબ પ્રસાદનું પણ વિતરણ નહીં કરી શકાય. આરતી કરવા એક કલાકની છૂટ આપવામાં આવી છે. જ્યારે કોઈ પણ પ્રકારના ગરબા નહી. યોજાશે પણ પેટાચૂંટણીમાં સ્ટાર પ્રચારકોને છૂટ આપવામાં આવી છે. નવરાત્રિમાં કોઈ કલાકાર હાજર રહી શકશે નહીં. કોરોના કાળને ધ્યાનમાં રાખી આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેને સુરતની પ્રજાએ આવકારી છે.

ABOUT THE AUTHOR

...view details