ઉમિયા માતાજી મંદિરમાં કોરોના ગાઇડ લાઇન્સની તકેદારી રાખી ભક્તોએ કર્યા દર્શન
મહેસાણાઃ જિલ્લામાં આવેલા ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરે બુધવારના રોજ ભાદરવા સુદ પૂનમે સંસ્થાએ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરી અનેક દર્શનાર્થીઓએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. ઊંઝા ખાતે આવેલા પાટીદારોના કુળદેવી માનવામાં આવતા ઉમિયા માતાજીના મંદિરે સામાન્ય રીતે ભાદરવા સુદ પૂનમનો મહિમા ઉત્સવનો હોય છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે અનેક એવા દેવસ્થાનમાં ભાદરવા સુદ પૂનમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઊંઝાના ઉમિયા માતાજી મંદિર સંસ્થાને ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધા સાથે માતાજીના દર્શન થાય તેવા પ્રયાસ કરતા સરકારની ગાઈડ લાઈનનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર ફરજિયાત કરી દર્શન વ્યવસ્થા ગોઠવી હતી. આમ કોરોના કાળમાં પણ સંસ્થાના આયોજન અને દર્શનાર્થીઓની શિસ્તબંધતાથી ભાદરવા સુદ પૂનમે ઊંઝાના ઉમિયા માતાજીના દર્શન શક્ય બન્યા હતા.