ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરની જી જી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની મનમાનીથી પરેશાન પબ્લિક - જામનગર ન્યુઝ

By

Published : Oct 13, 2019, 5:36 AM IST

જામનગરઃ જામનગરમાં એક તરફ રોગચાળાએ માઝા મૂકી છે તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દી તેમજ તેમના સગાઓને હોસ્પિટલની સિક્યુરિટી દ્વારા હાલોકી ભોગવવી પડે છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દી તેમજ તેમના સગા ઓ માટે અપાતી સેવાઓમાં દિન-પ્રતિદિન અલગ પ્રકારનું વલણ દર્શાવી રહ્યું છે. પ્રથમ હોસ્પિટલના અલગ-અલગ દરવાજાઓ બંધ કરી દર્દી તેમજ તેમના સગાઓને નિયત કરેલી જગ્યાએથી જ પ્રવેશ તેમજ નિકાસ કરવા ફરજ પાડવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલ તંત્ર દ્વારા રાખવામાં આવેલી સિક્યુરિટી દ્વારા દર્દી સાથે તથા તેના સગા સાથે ગેર વર્તુણક કરવી એ તો સામાન્ય બાબત બની ચૂકી છે. હોસ્પિટલ તંત્રનો જાણે કે આ સિક્યુરિટી પર કોઈ જ પ્રકારનો અંકુશ નથી.

ABOUT THE AUTHOR

...view details