સુરતની સ્થિતિ કાબૂમાં, મકાનોમાંથી પાણી ઓસરાતા સાફસફાઈ શરૂ - સુરતનાસમાચાર
સુરત: શહેરના પર્વત પાટિયા વિસ્તામાં છેલ્લા ચાર દિવસથી ખાડીપુરની સ્થિતિના કારણે લોકોના ઘરોમાં 5 ફૂટ સુધીના પાણી ભરાયા હતા.જ્યાં લોકોએ લાઈટ વિના પોતાના પરિવાર સાથે હાલાકી ભોગવી રાતોવાસ કરવાનો કરવો પડ્યો હતો.આજે પાંચમા દિવસે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ માધવબાગ અને નંદનવન સોસાયટી સહિત રસ્તાના મુખ્યમાર્ગ પર ખાડીપૂરના પાણી ઓસરતા લોકોએ ઘરો, દુકાન તેમજ ઓફિસોની સાફસફાઈ શરૂ કરી દીધી છે.જો કે ચાર દિવસથી હાલાકી ભોગવી રહેલા લોકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.ચાર ચાર દિવસથી લાઈટ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે વલખા મારી રહ્યા હતા,પરંતુ કોઈ મદદ ન મળી હોવાનાઆક્ષેપ લોકોએ કર્યા હતા, માત્ર આરએસએસના કાર્યકરો દ્વારા જ દૂધની થેલી અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી હતી.