ડીસામાં રબારી સમાજના લોકો દ્વારા અનોખું અન્નદાન કરાયું - Banaskantha
બનાસકાંઠાઃ ડીસા તાલુકાના વડાવળ ખાતે શનિવારે એક અનોખું અન્નદાન કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકામાં રહેતા રબારી સમાજના 60 પરિવારો દ્વારા શનિવારે દ્વારકા ખાતે આવેલી મૂળા બાપાની દેવી ભૂમિ પર 1000 મણ બાજરી અને 40 કટ્ટા બટેટા મોકલવામાં આવ્યા હતા.