સંઘપ્રદેશ દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું - સંઘપ્રદેશ દીવમાં માનવ મહેરામણ
દીવઃ 'ક્યાર' બાદ 'મહા' નામના વાવાઝોડાએ પ્રવાસીઓના વેકેશનની મજા બગાડી હતી. પરંતુ હવે વેકેશનના અંતિમ દિવસોમાં સંઘપ્રદેશ દીવમાં પ્રવાસીઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને વેકેશનના અંતિમ દિવસો મોજ અને મસ્તીથી પસાર કરી રહ્યા છે. સંઘપ્રદેશ દીવમાં પ્રવાસીઓના પ્રવેશ પર તેમની સુરક્ષાને લઈને જિલ્લા પ્રશાસને પાબંધી લાદી હતી. જેને લઇને દીવના બીચની સાથે પર્યટક સ્થળો સુમસામ જોવા મળતા હતા. પરંતુ હવે વાવાઝોડાનો ખતરો પૂર્ણ થતા દીવ ફરી એક વખત પ્રવાસીઓથી ધમધમતું જોવા મળી રહ્યું છે.