પાણીમાં ગરબાની રમઝટ માણતાં ગરબા પ્રેમીઓ, જૂઓ વીડિયો.. - નવરાત્રી
અમદાવાદઃ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ગરબા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં આવેલાં કર્ણાવતી ક્લબમાં ગરબા પ્રેમીઓ રંગબેરંગી ડ્રેસીસ સાથે પાણીમાં ગરબાની રમઝટ માંડતા જોવા મળ્યા હતાં. નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેલૈયાઓ વરસાદમાં બમણાં ઉત્સાહથી ગરબે ઘૂમવાની તૈયારી કરતાં નજરે ચઢ્યાં હતાં.