નવરાત્રીમાં ખેલૈયાઓની વરસાદ વચ્ચે પણ ગરબાની રમઝટ બોલવવા તૈયાર - valasad news
વલસાડઃ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આ અંગે ETV BHARATની ટીમે ખેલૈયાઓ સાથે વાતચીત કરી હતી. ખેલૈયાઓએ આ અંગે જણાવ્યું હતું કે, "ભલે ગમે તેટલો વરસાદ પડે પણ અમે તો મન મૂકીને ગરબા રમીશું. છેલ્લા ત્રણ મહિનાથી ગરબાની પ્રેક્ટીસ કરી રહ્યાં છે. હવે બસ નવરાત્રીની રાહ જોઈ રહ્યાં છે. ક્યારે નવરાત્રી આવેને અમે ગરબે રમીએ." હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહતો. ઉપરથી તેઓ બમણા ઉત્સાહથી ગરબાની રમઝટ બોલાવતાં જોવા મળ્યા હતાં.