વાવ તાલુકામાં ગૌશાળાના સંચાલકોએ ગાયોના મૃતદેહને ફેંક્યા રસ્તા પર, લોકો પરેશાન - carcasses of cows in Dhima
બનાસકાંઠા: વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે જૈન પાંજરાપોળ આવેલું છે. જેની અંદર 500થી ઉપરાંત પશુઓની સારસંભાળ જૈન મહાજન દ્વારા રાખવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા દસેક દિવસથી રોજના બે ત્રણ ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે, જે ગાયોના મૃતદેહને ગૌશાળા સંચાલકો દ્વારા જાહેર રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે. જેથી આજુબાજુના વિસ્તારના લોકો પરેશાન થઇ રહ્યા છે. જેથી ઢીમા જૈન મહાજન દ્વારા તાત્કાલિક ધોરણે જાહેર જગ્યા ઉપર ફેંકાયેલા મૃતદેહને જમીન ખોદીને અંદર દાટી દેવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.