રાજકોટના બેડીમાં મચ્છરોનો ત્રાસ, સ્થાનિકોએ પશુઓ માટે પણ બનાવી મચ્છરદાની - બેડીમાં મચ્છરોનો ત્રાસ
રાજકોટઃ રાજકોટના બેડી ગામમાં મચ્છરોના ત્રાસના કારણે વિસ્તારવાસીઓ પરેશાન છે. લોકો મચ્છરથી બચવા અને નુસ્ખા અપનાવી રહ્યા છે, તો બીજી બાજુ માલધારીઓ દ્વારા અબોલ પશુઓને પણ મચ્છરોના ત્રાસથી બચાવવા માટે વિશાળ મચ્છરદાની બનાવવામાં આવી છે. 8 ફૂટ ઊંચી અને 50 ફૂટ પહોળી આ મચ્છરદાનીમાં માલધારીઓ પોતાના પશુઓને રાખી રહ્યા છે. જ્યારે ગ્રામજનો પણ મચ્છરોના ત્રાસથી બચવા માટે સવાર-સાંજ ધૂપ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બેડી ગામ નજીક આજી નદીમાં ગાંડીવેલના કરણે મચ્છરોનો મોટાપ્રમાણમાં ઉપદ્વવ થઈ રહ્યો છે, ત્યારે હાલ તંત્ર દ્વારા ગાંડીવેલને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.